બીજીવાર વડાપ્રધાન બન્યા મોદી, અમિત શાહ સહિત 24 કેબિનેટ મંત્રી, જાણો વિગતવાર
રાષ્ટ્રપતિ ભવનમાં આજે સાંજે 7 કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેઓ મોદી મંત્રીમંડળમાં બીજા નંબરે રહેશે. ત્રીજા નંબરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પદ અને ગોપનીયતાના શપથ લીધા.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં આજે સાંજે 7 કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેઓ મોદી મંત્રીમંડળમાં બીજા નંબરે રહેશે. ત્રીજા નંબરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ચોથા નંબર પર નાગપુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા નીતિન ગડકરીએ શપથ લીધા. નીતિન ગડકરી બાદ કર્ણાટકના વરિષ્ઠ નેતા સદાનંદ ગૌડાએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા. ગત મંત્રીમંડળમાં વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા સુષમા સ્વરાજ આ વખતે મંત્રીમંડળની હરોળમાં ન બેસતા મહેમાનગણમાં જોવા મળ્યાં. આ વખતે નવી સરકારમાં પીએમ મોદીની સાથે 24 કેબિનેટ મંત્રીઓએ પણ આજે શપથ લીધા.
પીએમ મોદી બાદ રાજનાથ અને પછી અમિત શાહ
નરેન્દ્ર મોદીએ આજે બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. ત્યારબાદ બીજા નંબરે રાજનાથ સિંહે શપથ લીધા અને ત્રીજા નંબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા. ચોથા ક્રમે નીતિન ગડકરીએ શપથ લીધા. પછી સદાનંદ ગૌડાએ પાંચમા ક્રમે શપથ લીધા. કુલ 58 મંત્રીઓએ આજે શપથ લીધા.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને તેમના 24 કેબિનેટ મંત્રીઓ
કેબિનેટ મંત્રીઓ
1. રાજનાથ સિંહ
2. અમિત શાહ
3. નીતિન ગડકરી
4. સદાનંદ ગૌડા
5. નિર્મલા સીતારમન
6. રામવિલાસ પાસવાન
7. નરેન્દ્રસિંહ તોમર,
8. રવિશંકર પ્રસાદ
9 . શ્રીમતિ હરસિમરત કૌર બાદલ
10. થાવરચંદ ગહેલોત
11. સુબ્રમણ્યમ જયશંકર
12. રમેશ પોખરિયાલ
13. અર્જૂન મૂંડા
14. સ્મૃતિ ઈરાની
15. ડો.હર્ષવર્ધન
16. પ્રકાશ જાવડેકર
17. પીયૂષ ગોયલ
18. ધર્મેન્દ્ર પ્રધાન
19. મુખ્તાર અબ્બાસ નકવી
20. પ્રહલાદ જોશી
21. ડો.મહેન્દ્રનાથ પાંડે
22. અરવિંદ સાવંત
23. ગિરિરાજ સિંહ
24. ગજેન્દ્ર સિંહ શેખાવત
પૂર્વ વિદેશ સચિવ જયશંકર પણ બન્યા કેબિનેટ મંત્રી
પૂર્વ વિદેશ સચિવ રહેલા ડો.એસ.જયશંકરે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અમેરિકાથી ન્યૂક્લિયર ડીલ ઉપરાંત ચીન સાથે ડોકલામ વિવાદને સારી રીતે ઉકેલવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ ચીન અને અમેરિકામાં ભારતના રાજદૂત રહ્યાં હતાં.
પૂર્વ વિદેશ સચિવ જયશંકર પણ બન્યા કેબિનેટ મંત્રી
પૂર્વ વિદેશ સચિવ રહેલા ડો.એસ.જયશંકરે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અમેરિકાથી ન્યૂક્લિયર ડીલ ઉપરાંત ચીન સાથે ડોકલામ વિવાદને સારી રીતે ઉકેલવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ ચીન અને અમેરિકામાં ભારતના રાજદૂત રહ્યાં હતાં.
મુસ્લિમ ચહેરા તરીકે નકવીને મળ્યું સ્થાન
ભાજપના જાણીતા મુસ્લિમ ચહેરા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ગત સરકારમાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી હતાં. તેમણે લોકસભા ચૂંટણી લડી નહતી. સંઘ સાથે જોડાયેલા રહેલા અને ધારવાડથી સાંસદ પ્રહલાદ જોશીને પણ 20મી કેબિનેટમાં મંત્રીપદ મળ્યું.
9 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)
1. સંતોષ ગંગવાર
2. રાવ ઈન્દ્રજિત સિંહ
3. શ્રીપદ નાઈક
4. ડો.જિતેન્દ્ર સિંહ
5. કિરણ રિજિજૂ
6. પ્રહલાદ પટેલ
7. આર કે સિંહ
8. હરદીપસિંહ પુરી
9. મનસુખ માંડવિયા
24 સાંસદ બન્યા રાજ્યમંત્રી
1. ફગ્ગન સિંહ કુલસ્તે
2. અશ્વિન ચૌબે
3. અર્જૂન રામ મેઘવાલ
4. જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહ
5. કૃષ્ણપાલ ગુર્જર
6. દાદાસાહેબ દાનવે
7. જી કિશન રેડ્ડી
8. પુરુષોત્તમ રૂપાલા
9. રામદાસ આઠવલે
10. સાધ્વી નિરંજન જ્યોતિ
11. બાબુલ સુપ્રિયો
12. સંજીવ બાલિયાન
13. સંજય ધોત્રે
14. અનુરાગ ઠાકુર
15. સુરેશ અંગાડી
16. નિત્યાનંદ રાય
17. સાંસદ રતનલાલ કટારિયા
18. વી મુરલીધરન
19. રેણુકા સિંહ
20. સોમ પ્રકાશ
21. રામેશ્વર તેલી
22. પ્રતાપચંદ સારંગી
23. કૈલાશ ચૌધરી
24. દેબાશ્રી ચૌધરી
જુઓ LIVE TV
એનડીએમાં સામેલ જેડીયુ સરકારમાં સામેલ થઈ નથી. જેડીયુના અધ્યક્ષ નીતિશકુમારે નિર્ણય લીધો છે કે તેમની પાર્ટીમાંથી કોઈ પણ સાંસદ મંત્રીમંડળમાં સામેલ થશે નહીં. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે જેડીયુના ફાળે એક મંત્રી પદ જતું હતું. પરંતુ તેના પર જેડીયુએ નારાજગી વ્યક્ત કરી છે. ત્યારબાદ નીતિશકુમારે નિર્ણય લીધો છે કે તેમની પાર્ટીમાંથી કોઈ મંત્રી બનશે નહીં. જો કે નીતિશકુમારે કહ્યું છે કે ભાજપ તરફથી કહેવાયું હતું કે તેમના ગઠબંધનના પક્ષોને એક એક મંત્રીપદ મળશે. તે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તરીકે હશે. આ પ્રકારના પ્રસ્તાવ પર અમે પાર્ટીની મિટિંગમાં વાત કરી. જેમાં નિર્ણય લેવાયો કે આ પ્રસ્તાવ મંજૂર નહીં કરાય. અમારે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બનવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે સરકારમાં આ રીતે સામેલ થવાની કોઈ જરૂર નથી. અમને સરકારમાં સામેલ થવામાં કોઈ રસ નથી. જો કે નીતિશકુમારે કહ્યું કે અમે બિહારમાં સાથે છીએ અને સરકારના કામોમાં સાથે છીએ. અમારી મંત્રીપદને લઈને કોઈ પણ પ્રકારની નારાજગી નથી. આથી અમે ગઠબંધનમાં સાથે છીએ પરંતુ મંત્રીપદમાં જવામાં કોઈ રસ નથી.
નીતિશકુમારે કહ્યું કે તેમની વાત આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થઈ ગઈ છે. જ્યારે તેમણે આ પ્રકારનો પ્રસ્તાવ રજુ કર્યો તો અમે કહ્યું કે આ માટે પાર્ટી સાથે વાત કરવી પડશે. પાર્ટીના નિર્ણય અંગે અમિત શાહને પણ જાણ કરી દેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે